શ્વાનની શેઠાણી પ્રત્યેની વફાદારીનો વીડિયો જોઈ યૂઝર્સે કહ્યું, માણસજાતનો બેસ્ટ ફ્રેન્ડ

DivyaBhaskar 2019-10-14

Views 1.5K

શ્વાનને માણસ પ્રત્યેની વફાદારી સાબિત કરવા માટે કોઈ ખાસ પ્રસંગની રાહ જોવી પડતી નથી જેવો આ પ્રાણીને મોકો મળે કે તરત જ તે પોતાના માલિક પ્રત્યેની વફાદારી બતાવી જ દે છે તમે પણ અવારનવાર અનેક વીડિયોઝ જોયા જ હશે જેમાં આ અબોલ પ્રાણીએ કોઈને કોઈ રીતે પોતાનું રૂણ અદા કર્યું હોય
સોશિયલ મીડિયામાં એક શ્વાને તેની શેઠાણીની જે રીતે ચાકરી કરી હતી તે જોઈને ઈન્ટરનેટ તેના પર ઓળઘોળ થઈ ગયું હતું રૉટવાઈલર બ્રીડનો આ શ્વાન તેનાં માલિકનું પર્સ લઈને તેમની પાછળ પાછળ ચાલતો જોવા મળ્યો હતો આ વીડિયો જોઈને અનેક યૂઝર્સે તેના વખાણ કર્યા હતા કોઈએ આ વીડિયોને અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો ગણાવ્યો હતો તો કોઈએ કોમેન્ટ કરીને લખ્યું હતું કે ખરેખર ડોગી, હજારો વર્ષોથી માણસજાતના બેસ્ટ ફ્રેન્ડ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS