મહિલા કર્મચારીએ ટોલ ટેક્સ માગ્યો તો દબંગોએ કેબિનમાં જઈને હુમલો કર્યો

DivyaBhaskar 2019-09-09

Views 82

ઈંદોર-ઉજ્જૈન હાઈવે પર આવેલા મહાકાલ ટોલપ્લાઝા પર કેટલાક દબંગોએ ટોલપ્લાઝા પર નોકરી કરતી મહિલાને ઢોરમાર માર્યો હતો આઆખી ઘટના પણ ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી દબંગોના હુમલાનો ભોગ બનેલી મહિલા કર્મચારીએ પણ અજાણ્યા શખ્સો સામેફરિયાદ કરીને પોલીસને સીસીટીવી આપ્યા હતા ફૂટેજમાં પણ જોઈ શકાય છે કે જ્યારે ભોગ બનનારે આરોપીઓ પાસેથી ટોલ ટેક્સ માગ્યો ત્યારેરોષે ભરાઈને કારમાંથી ઉતરીને તેના પર હુમલો કર્યો હતો આરોપીઓ એટલા બેખૌફ હતા કે તેઓ તેને મારવા માટે છેક કેબિનની અંદર ઘૂસી ગયાહતા આ ઘટના શનિવારે રાત્રે બની હતી, નજરે જોનારાઓએ જણાવ્યું હતું કે આરોપીઓની કારની નંબર પ્લેટ પર પણ સાંસદ પ્રતિનિધિ લખ્યુંહતું મળતી માહિતી પ્રમાણે એક આરોપી પાસેના ગામનો સરપંચ હતો પોલીસે તમામ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS