કુમારસ્વામીએ કહ્યું કોંગ્રેસ માટે 14 મહિના સુધી ગુલામની જેમ કામ કર્યુ

DivyaBhaskar 2019-08-06

Views 17.7K

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે કોંગ્રેસ માટે 14 મહિનાઓ સુધી ગુલામ તરીકે કામ કર્યું છે તમામ ધારાસભ્યો અને નિગમના અધ્યક્ષોને પણ તમામ છૂટછાટ આપી હતી ખબર નથી કે તેઓ મને દોષ કેમ આપી રહ્યાં છે? વિશ્વાસ મત ન મેળવી શકવાના કારણે 14 મહિના જુના કોંગ્રેસ-જેડીએસ સરકાર 23 જુલાઈએ પડી ગઈ હતી ત્યારબાદ ભાજપ નેતા યેદિયુરપ્પાએ 26 જુલાઈના રોજ કર્ણાટકના 25માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા જેડીએસ નેતાએ કહ્યું કે, ઘણા કોંગી નેતા ગઠબંધન સરકાર બનાવવાના પક્ષમાં ન હતા ચૂંટણીમાં બહુમતી ન મળતા કોંગ્રેસ ઈમાનદારીથી જેડીએસ સાથે જોડાવા માગતી હતી અને તેઓ સરકાર બનાવવા માગતા હતા પરંતુ તેમણે કહ્યું કે,સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઘણા નેતાઓને આ જોડાણમાં રસ ન હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS