સૌરાષ્ટ્રનાં વાતાવરણમાં પલટો, રાજકોટમાં ધીમી ધારે મેઘરાજાનું આગમન

DivyaBhaskar 2019-07-20

Views 141

રાજકોટ:રાજકોટમાં આજે બપોર બાદ મેઘરાજાનું આગમન થયું છે શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરાતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસાદ વરસતા લોકો નાહવા નીકળી પડ્યા હતા જ્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે મહત્વનુ છે કે વરસાદ ખેંચાતા આજે માર્કેટ યાર્ડ ખાતે વરૂણદેવને રીઝવવા માટે વરૂણ યજ્ઞ કરવામાં આવ્યો હતો આ સાથે જ ક્યાંક રામધૂન તો ક્યાંય યજ્ઞ કરી ખેડૂતો અને લોકો વરૂણ દેવને રીઝવવા પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે રાજકોટમાં વરસાદનું આગમન થતાં ખુશી જોવા મળી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS